વિશ્વની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સીતારમન સહિત 6 ભારતીય મહિલાઓને મળ્યું સ્થાન
ફોર્બ્સે વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. દેશના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન, (Nirmala Sitharaman) બાયોકોનના કાર્યકારી અધ્યક્ષ કિરણ મઝુમદાર શો(Kiran Mazumdar Shaw)અને નાયકાના(Nykaa)સંસ્થાપક ફાલ્ગુની નાયરનો(Falguni Nair)આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વાર્ષિક જાહેર કરવામાં આવતી આ યાદીમાં કુલ 6 ભારતીય મહિલાઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે.
કોણ છે છ મહિલાઓ
ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારામણ, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર-શો અને નાયકાના
સ્થાપક ફાલ્ગુની નાયર, એચસીએલ ટેકના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા, સેબીના ચેરપર્સન માધવી પુરી બુચ અને અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ સામેલ છે.
સીતારામણને સતત ચોથી વાર મળ્યું સ્થાન
સીતારામણને આ વખતે 36મું (Number 36)સ્થાન મળ્યું છે અને તેમણે સતત ચોથી વખત આ યાદીમાં સ્થાન મેળવ્યું છે. અગાઉ 2021માં તેઓ 37માં ક્રમે હતા, 2020માં 41માં અને 2019માં 34માં ક્રમે હતા.
કિરણ મઝુમદાર72મા નંબરે
કિરણ મઝુમદાર-શો આ વર્ષે 72મા ક્રમે છે જ્યારે નાયર 89મા ક્રમે છે. આ યાદીમાં અન્ય ભારતીયોમાં HCL ટેકના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા 53માં સ્થાને, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરપર્સન માધાવી પુરી બૂચ 54માં સ્થાને અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAIL)ના ચેરપર્સન સોમા મંડલે 67મું સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષે પણ આ યાદીમાં રોશની નાદર મલ્હોત્રા, મઝુમદાર-શો અને નાયર અનુક્રમે 52મું, 72મું અને 88મું સ્થાન મેળવ્યું હતું.
કોણ છે દુનિયાની નંબર વન પ્રભાવશાળી મહિલા
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને વિશ્વની 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. યુક્રેન યુદ્ધ દરમિયાન તેમના નેતૃત્વ માટે અને કોવિડ -19 રોગચાળાનો સામનો કરવાના તેમના પ્રયત્નો બદલ તેમને નંબર વનનું સ્થાન મળ્યું હતું. યુરોપિયન સેન્ટ્રલ બેન્કના પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડેને બીજા સ્થાને રાખવામાં આવ્યા છે, જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. ઈરાનની જીના મહસા અમિનીને મરણોપરાંત પ્રભાવશાળી યાદીમાં 100મું સ્થાન મળ્યું છે.
આપણ વાંચો- દિલ્હી MCDના પરિણામોની શું લોકસભા ચૂંટણી પર જોવા મળશે અસર?